Home> India
Advertisement
Prev
Next

ભારતમાતાની જય બોલનારા જ ભારતમાં રહી શકશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જે ભારતમાતાની જય બોલશે તે જ ભારત (India) માં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાન પુણેમાં એબીવીપીના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને વિપક્ષના અવાજો પર નિશાન સાધતા અલગ અલગ તર્ક રજુ કર્યાં. તેમણે કહ્યું કે જો અમે સીએએ  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019)  ન લાવત તો શું દેશને ધર્મશાળા બનવા દેત?

ભારતમાતાની જય બોલનારા જ ભારતમાં રહી શકશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

પુણે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જે ભારતમાતાની જય બોલશે તે જ ભારત (India) માં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાન પુણેમાં એબીવીપીના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને વિપક્ષના અવાજો પર નિશાન સાધતા અલગ અલગ તર્ક રજુ કર્યાં. તેમણે કહ્યું કે જો અમે સીએએ  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019)  ન લાવત તો શું દેશને ધર્મશાળા બનવા દેત?

fallbacks

ગણતરીની પળોમાં પ્રિયંકાએ મારી પલટી, પહેલા કહ્યું, પોલીસે મારું ગળું દબાવ્યું અને હવે ફેરવી તોળ્યું

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે "આપણે આ વિષય પર આવનારા પડકારોને સ્વીકારવા જ પડશે. આ વિચારને સ્પષ્ટ કરવો જ પડશે. ભારતમાં ભારતમાતાની જય બોલવું જ પડશે. ભારતમાં એવા જ લોકો રહી શકશે." 

CAA-NRC વિરોધ: BJP જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે, આસામને નાગપુરથી ચાલવા દઈશું નહીં -રાહુલ ગાંધી 

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે "શું ભગતસિંહનું બલિદાન બેકાર જશે? શું નેતાજી સુભાષચંદ્ર બોઝનું બલિદાન બેકાર જશે? આઝાદીના 70 વર્ષ બાદ પણ આપણે આ વિચાર પર વિચાર કરવો જોઈએ કે આપણે કોની ગણતરી નાગરિકતામાં કરીએ કે ન કરીએ? આપણે હવે એ સુનિશ્ચિત કરવું પડશે કે દેશમાં ફક્ત એવા લોકો જ રહી શકે કે જે "ભારતમાતાની જય" બોલવા માટે તૈયાર છે."

જુઓ LIVE TV

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે "આપણા દેશમાં નાગરિકતાની વાત પર દેશમાં રહેનારા લોકો પર હિંસા આચરવામાં આવે ત્યારે એબીવીપી જેવી સંસ્થાઓની પ્રાસંગિકતા અને જવાબદારી વધી જાય છે. દેશને ગુમરાહ  કરનારા, તોડનારા, હિંસા અને દુષ્પ્રચાર કરનારાઓ માટે એકમાત્ર જવાબ રાષ્ટ્રવાદી સમૂહ જ બની શકે છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More